કોરોના પછી ની પરિસ્થિતિ મૂજબ કાયદાકીય ફેરફારની સરકાર ના પ્રસ્તાવના ઉપર એક મંતવ્ય.

આજે ગુજરાતી માં લખવું પડશે (અમુક લોકો ને ઇંગ્લિશ ફાવતું નથી એટલે) 

દરેક લોકો પાસે કાયદાકીય જ્ઞાન હોતું નથી, અને અપણા દેશ મા એટલા બધા કાયદા છે કે તેની આટી ઘૂંટી સામાન્ય લોકો ને સમજાતી નથી. આવા અંટી ઘૂંટી વાળા કાયદા ને દૂર કરવાની જરૂર છે, પોલિસ ખાતા માં સુધારો હોય કે ગુનાહિત કાયદા જેમકે IPC ACT, CRPC ACT માં, આવા સુધારા ની ભલામણો થતી હોય છે (આવી ભલામણ Law Commission દ્વારા કરવામાં પણ આવી છે, જે આગામી દિવસો મા જોવા પણ મળશે). જેટલા કારણ વગર ના કાયદા એટલા જ લોકો હેરાન થાય છે. જો ન જોતા કાયદા માં સુધારો થાય તો શ્રીફળ વઘેરવામાંથી છુટકારો મળે.



ધંધાકીય, Bank, Insurance વગેરે ને લગતા ઘણા કાયદા છે જેમાં અમુક કલમ ની નહિવત/ જરૂર જ નથી તેવી કલમ ને હટાવવાની /સુધારવાની પ્રક્રિયા હાથ ધરી છે. જેમાં નાણાપ્રધાન - ઇંડિયા એ ભલામણ મંગાવી છે, જેમાં દરેક ક્ષેત્ર ના લોકો સૂચન કરી રહ્યા છે. અમુક લોકો /વર્ગ આ સુધારા નો. વિરોધ કરે છે.

19 કાયદાકીય કલમ (જે પાછળ ની પોસ્ટ મે ઉલ્લેખ કરેલો છે) માં ગુના ની શ્રેણી માથી હટાવી જેલ ની સજા રદ કરવા સુધી ના પ્રસ્તાવ છે. 

અમુક લોકો Negotiable Instruments, Sec- 138 માં સુધારા નો વિરોધ કરે છે, હવે વકીલ ના ઘરાગ મળતા બંધ થાય જાય તો સામાન્ય ધંધાર્થી નો તો કાય આમા ગુનો નથી. બસ તો પછી આવા કાયદા દૂર થાય તો શાંતિ થી ધંધો તો કરી શકે. 

ખાતામાં અપૂરતી રકમના કારણે ચેક બાઉન્સને લગતા નેગોશીએબલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ એક્ટ, 1881 ની કલમ 138 ના સંદર્ભમાં, કોઈ વ્યક્તિ ગુનો કર્યો હોવાનું માનવામાં આવે છે અને, આ કાયદાની કોઈપણ અન્ય જોગવાઈને પૂર્વગ્રહ વિના, તેને કેદની સજાની સજા કરવામાં આવે છે અથવા જે બે વર્ષ સુધી લંબાઈ શકે છે, અથવા દંડ સાથે જે ચેકની રકમની બમણી રકમ સુધી લંબાઈ શકે છે, અથવા બંને. આ કાયદા માં જેલ નું સૂચન 1969 માં કરવામાં આવ્યું હતુ તો પણ આવા ગુના રોકવા મા ખાસ સફળતા મળી નથી. અર્થતંત્ર અને આર્થિક વ્યવહારો ની વિશ્વસનીયતા ટકાવા આ કાયદા ની જરૂર છે. પણ જેલ ની સજા તે પણ સમજણ બારી છે. ધારો કે કોઈ વ્યક્તિ સક્ષમ નથી વ્યવહાર કરવા હાલ પુરતો પણ તેનો હેતુ ગુનાહિત(mens rea) પણ નથી, તો પણ આવા કાયદા મા લોકો ફસાય જાય છે અને વકીલો ની મોંઘી ફી પણ પોસાય તેમ ન હોય તેવામાં જેલ ની સજા એક માનસિક રીતે વ્યક્તિ ને ઠેસ પહોંચાડે છે (જે suicide ને પણ પ્રમોટ કરે છે તો પણ ખોટું ના કહી શકાય) આવા માં સજા ની જોગવાઈ માંથી જેલ ની સજા દૂર કરવામાં આવે તો Ease of Doing Business ને પણ વેગ મળે. આમ પણ કોર્ટ મા ઢગલા બંધ કેસ મા ક્યારે નિકાલ આવે તે પણ ક્યાં ખ્યાલ છે. (Arbitration Act ઉપયોગ કરી શકાય)

કોરોના પછી ની કાયદાકીય અસ્થિરતાએ જોર પકડયું છે, તેવામાં આવા કાયદા માં ફેરફાર થાય તે જરૂરી છે.
~Jignesh Desai © 

No comments

Thank You

Theme images by merrymoonmary. Powered by Blogger.