Tergiversate about : બોલી ને ફરી જવું

સત્ય તો બહાર લાવવુ જ રહ્યું બાકી જુઠ ની દુકાને ક્યાં તાળા લાગ્યા છે! સત્ય બધાને જોઈતું છે પણ પોતાની થાળી માં પીરચાવવુ ના જોઈએ, કડવું લાગે ને? 

આજ ના સમય માં સત્ય ને શરમાવી જુઠ ને શાશ્વત કરવામાં આવી રહ્યું છે. ખોટું બોલી ને ભરાઈ જવું એના કરતા સાચું બોલી ને છૂટી જવામાં વધારે મજા છે કારણ કે સત્ય ના રસ્તે ટ્રાફિક ની સમસ્યા નથી રહેતી. હવે તો એક્સપ્રેસ વે બની ગયા! જ્યાં 100 એ 2 થી 5 રોડ માપણી કરતા જણાઈ આવે છે. 

ગાંધીજીએ કહ્યું હતું કે ‘મારી બે વાતો જુદી જણાય, તો પછીથી કહેલી વાત સાચી માનવી.’ ડૉ.આંબેડકર ના મંતવ્ય મુજબ ‘સાતત્ય (દર વખતે એકની એક જ વાત કહ્યા કરવી) એ મૂર્ખ માણસનું લક્ષણ છે.’ પણ આ બધી મૂર્ખતા નું ઉદાહરણ આપવું હોય તો રાજનીતિ તરફ નજર નાખવી પડે! બોલી ને ફરી જવું અને જુઠ ની અનંત ધૂન ચાલુ રાખવી એનો પરિચય એટલે રાજનીતિ! 

સરકાર પર બોલીને ફરી જવાના ઘણા આરોપ થાય છે. અમેરિકા જેવા અસાધારણ દેશ માં પણ રાજનીતિ ના જૂઠાણા અને બોલી ને ફરી જવાના કાદવ ઉડી ગયા હોય તો ભારત ની વાત અલગ જ છે. બોલી ને ફરી જવું એટલે હકીકતમાં કહિયે તો ‘સૂર્ય પૂર્વમાં ઉગે છે’ પ્રકારનું છે. તે દરેક કાળમાં એટલે કે દરેક ‘વર્તમાન સરકાર માટે સાચું હોઇ શકે છે. સૌ જાણે છે કે સરકારનું કામ જ બોલીને ફરી જવાનું છે અને વિપક્ષોનું કામ એ બદલ સરકારની ટીકા કરવાનું છે. પરંતુ સહેજ વિચારતાં સમજાશે કે જો બોલીને ફરી જવું, એ ખરેખર નિંદનીય કે દુષ્ટતાભર્યું કાર્ય હોત તો સત્તા મળ્યા પછી વિપક્ષો પોતે પણ શા માટે બોલીને ફરી જવામાં પ્રવૃત્ત થઇ જતા હોત? હવે આ તો રાજનીતિ ની વાત થઈ પણ આતો અનંત છે, સામાજિક બાબત માં પણ લોકો બોલી ને ફરી હોઈ છે જેની કોઈ ચર્ચા કરવા નથી માગતા! 

પહેલા મરઘી કે ઈંડું? આતો ચુંટણી આવે એટલે કાળું ધોળું બહાર આવે બાકી અંદર થી તો બધું ગુલાબી( પૂરા 2000 ની નોટ) જ હોઈ, નોટ આપો એટલે બધું બોલેલું બરોબર થઈ જાય! સહેજ અતિરેકના દોષ સાથે કહી શકાય કે બોલીને ફરી જવું એ સત્તાધારીઓનો લોકશાહીદીધો વિશેષાધિકાર છે. નેતાઓ ખોટા વાયદા આપીને ચૂંટણી જીતે છે કે પછી ચૂંટણી જીતવા માટે તેમને ખોટા વાયદા આપવા પડે છે? એ ‘પહેલાં મરઘી કે પહેલું ઇંડું?’ એ પ્રકારનો ઉત્ક્રાંતિપ્રશ્ન છે. આ તો કાલખંડ નો પ્રશ્ન છે, બાકી બોલી ને ફરી જવામાં તો લોકો પોતાને કૌશલ કરતા રહે છે. બાકી શબ્દો નું કેવું છે બાર ગામ ફરો એટલે મતલબ ફરી જશે, જેમ તેમ લીધેલી વાત દરિયા ની પેલે પાર કરી ઉત્કૃષ્ટતા સાબિત કરતા રહે અને જુઠ ની પાઠશાળા માં એક પછી એક ડિગ્રી લેતા જાય એવા લોકો ને પોતાની ફેરવેલી વાત પર જરા પણ અફસોસ હોતો નથી. આન બાન શાન સાબિત કરવાની હોય ત્યાં તો. 

નિત્યનૂતન, નિત્યપરિવર્તનશીલ જગતમાં એક જ સિદ્ધાંત કે એક જ માન્યતા પર ટકી રહેવું એ નકરું પછાતપણું નહીં તો બીજું શું છે? બોલીને ફરી જવા જેવી નીતાંત લોકશાહી-પોષક પ્રવૃત્તિ કલંકિત-ટીકાસ્પદ શા માટે ગણાતી હશે, તેનો જવાબ ઇતિહાસના થોડાઘણા અભ્યાસમાંથી મળી રહે છે. બોલી ને ફરી ન જવું એનો ઈતિહાસ ખૂબ ઊંડો છે, રામાયણમાં રામ ને જ જોઈ લો, એક વખત વચન આપી દીધું પછી પ્રાણ જાય પણ વચન નહીં! પણ રામ ક્યાં છે? આજે તો બોલવાનું એક દમ સત્ય પણ પાછળ થી ફરી જવાનું ની નીતિ છે! 

બોલીને ફરી જવું એ ખાવાના ખેલ નથી. ઝેર ના કોગળા કરવા જેવું છે. (ગળે નહીં  ઉતારવાનું, આપણે થોડા કઈ નિલકંઠ છીએ?) બોલીને ફરી જવાના નિષ્ણાત કલાકારો પોતાની કળાનો પ્રયાગ કરે, ત્યારે ઘણાના મનમાં ‘આ તો હું પણ કરી શકું’નો ભાવ પેદા થાય છે. હકીકતમાં રીઢા નેતાઓની જેમ બોલીને ફરી જવું, એ સૌ કોઇ માટે સહજસાઘ્ય નથી. એના માટે નિરંતર સાધના કરવી પડે છે. અખંડ ધૂન  કરી યાદશક્્તિ ને  એવી રીતે કેળવવી પડે છે કે જેથી તેને ભૂતકાળમાંથ કેવળ બીજાનાં નિવેદનો યાદ રહે અને પોતાની પાટી કોરી થતી જાય. આ સાધના ફક્ત રાજનેતાઓ જ કરે છે એવું માની લેવાની જરૂર નથી. અખબારી કટારોથી માંડીને સામાજિક વ્યવહારોમાં બોલીને ફરી જવાની કળાના અનેક આરાધકો મળી આવે છે. તે નમ્ર હોવાથી પોતાની સિદ્ધિનાં ગાણાં ગાતા નથી. ઊલટું, તે એમ જ કહે છે કે એ તો બોલેલું પાળનારા એકવચની છે. પરંતુ, ‘ચંદ્ર છુપે નહીં બાદલ છાયો’ની જેમ, બોલીને ફરી જવાની તેમની પ્રતિભા એમ તેમની નમ્રતા તળે લાંબો સમય છાની રહી શકતી નથી.

ટૂંકા રસ્તે લોકપ્રિય થવાથી માંડીને જાહેર જીવનમાં આગળ વધવા જેવી અનેક બાબતોમાં બોલીને ફરી જવાનું કૌશલ્ય ઘણું ઉપયોગી નીવડે છે. આ સિદ્ધાંત અપનાવવાથી જીવનનાં પરસ્પર વિરોધાભાસી, પણ અનુકૂળ ‘સત્યો’ને અપનાવી શકાય છે. અહીં દુર્યોધનનાં લક્ષણધારીઓની ભક્તિ કરતાં કરતાં કૃષ્ણને ટાંકી શકાય છે. 

બોલીને ફરી જવાની ચેષ્ટા અંગ્રેજીમાં ‘યુ ટર્ન’ તરીકે ઓળખાય છે.  U Turn  તો રસ્તા માં આવે. U Turn લેવો  એ કઈ ખોટું છે? આ તો આગળ રસ્તો ખોદેલો હોય તો લેવો પડે આવા આત્મ વિશ્વાસ સાથે બોલનારા ની તો ખેરાત જ નીકળી પડી છે!

ટૂંક માં ખોટું બોલવું એટલે મોટું કામ મોટું નામ બસ પાછળ ચમચા ની પથરાયેળ હોવી જોઈએ.
~ સત્ય મેવ જયતે 🙏

No comments

Thank You

Theme images by merrymoonmary. Powered by Blogger.